Sunday, May 31, 2009


મારા નિત્ય ઉગાડા દ્વાર મારા બાલુડા ને કાજે


મારા ખુલ્લા છે દરબાર મારા....મારા બાળકડાં ને કાજે મારા લાડકડા ને કાજે ,


હું તો જોતી નિત નિત વાટ મારા.... કોઈ માં માં કરતા આવે કોઈ અંબા ધૂન મચાવે ,


પ્રેમે દિલ મારું ઉભરાય , મારા............ કોઈ ભાવે પુષ્પો લાવે કોઈ પ્રેમ પ્રદીપ પ્રગટાવે ,


મારું હૃદય ત્યાં દોડી જાય મારા............. કોઈ તલવાલતા મુજ માટે કોઈ રોતા હૈયા ફાટે ,


નહિ નહિ એ જોઈ શકાય , મારા .............. કલ્યાણ દયા એ પ્યારા મને પ્રાણ સમા છે એ પ્યારા ,


કદી બંધ રહે ના એ દ્વારમારા .....................

No comments:

Post a Comment