Monday, November 30, 2009

ખોડીયાર છે જોગમાયા માં મૈયા ની
રાજ્પરે માં માં અંબા બિરાજે એ આનંદ ઘણેરો થાયે માં મૈયા ની ..
માજી પારે માંનાતાઓ આવે એ ઘી લાપશી ના ખાણા , માં મૈયા ની
માજી ને પારે આંધળા ઓ આવે , એ આંધળા ઓ ને આંખો દેતા માં મૈયા ની
માજી ને પારે પાંગળા ઓ આવે એ પાંગળા ને પગ દેતા માં મૈયા ની .
ચુંદડી ને મોડીયો હાથો હાથ લીધા ,એ એવા અનેક પરચા દીધા માં ...
નમી નમી પાય લાગુ આઠે પ્રહર માં એ કવિ પિંગળ ગુણ ગાયે માં મૈયા ની ...


ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે, એને ઝૂલે ઝૂલવાની હોંશ ઘણી ,
ભક્તો ઝુલાવે ખમ્મા માં ખમ્મા કરી ,ભકતો ગાય ને માં ખુશી થાય માં અંબા...
માના દરવાજે નોબત ગડગડે વળી સરણાઈ ના સુર સાથે ભળે ,રસ મસ્તી ના સુર સંભળાય
માં એ સોળે આભુષણ અંગે ધર્યા ભાલે કેસર કુમકુમ ના અર્ચન કર્યાં , હાથે ત્રિશુલ ખડગ સોહાય માં અંબા
માં ના તેજે ભાનુ દેવ ઝાંખા પડે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જેવા ભજે , મળી દેવો સૌ આરતી ગાય ,માં અંબા...
માજી ચાલે ત્યાં કુમકુમ ના પગલા પડે , માજી બોલે ત્યાં મુખડે થી ફૂલડાં ઝરે ,
વર્ષે કુમકુમ નો વરસાદ માં અંબા ઝૂલે છે ,ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે ,
ભક્તો ગબ્બર ચડે ને ને ગાન કરે ભૂખ તરસ નું ન નામ ધરે , કરવા દર્શન બન્યા છે બે ભાન
માના સોના હિંડોળે છે રત્ન જડ્યા , ઝુલે સાચા મોતી નાં છે તોરણ જડ્યા ,
માહે ઝળકે છે જ્યોત અપાર અંબા ઝૂલે છે ...આજે શોભા આરાશુર માં નવરાત્રી ની
આઓ ગાઓ સૌ નરનાર સાથે મળી ગરબો ગાયે ને ગવરાવે મસ્તાન,
ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં...........



ઘુઘરીયે ઘૂમતો જાય આજ માનો ગરબો ઘૂમતો જાય ,
રુમઝુમ રુમઝુમ રમતો જાય આજ માનો ....
પવન ઝપાટા ખાય આજ માનો..
ઈરે ગરબા માં હું તો અંબા ને નીરખું , હસ હસ મુખડું થાય .
નરનારી ના વંદન ઝીલતો ચાચર માં રમવા જાય , આજ માનો ...
ઈરે ગરબો અંબા માં શિરે ધરતા બહુચર માં જોવા જાય આજે માનો...
ચોસઠ બહેની ઓ સંગે મળીને ગબ્બર ની ગોખે જાય આજ માનો...
આવ્ય નોરતા ચાલો અંબે માં ગરબે રમવા જાય ,
ચાચર ના ચોક માં રમે અંબે મેં , ગોવિંદ લાગે પાય ,
ઘુઘરીયે ઘૂમતો જાય...........

મારી અંબિકા ના લોચન સોહામણા રે હારે તેમાં તેજ તણો નહિ પાર જો,
માને ચંદ્ર સુરજ તણા બે દીવડા જો તેની જગમગ જ્યોત અપાર જો
માને ક્ટીયે તે મેખલા શોભતા રે ,તેને ઘૂઘરી નો ઘમકાર જો ,
માને અણવટ વિંછીયા શોભતા રે , પાયે ઝાંઝર નો ઝમકાર જો
માને બાય બાજુ બંધ બેરખા રે, માને રત્ન જડિત ચૂડી ચાર જો ,
માને કાને ઝૂલ ઝલકતી રે, માને કાંઠે એકાવન હાર જો
માને નાકે નાક્વેશર શોભતા રે ગાલે કેસર કુમકુમ ની આડ જો
હારે મારી અંબિકા ના લોચન ..........

જય જય બોલો આનંદી અંબે માત ની રે
અંબે માત ની રે બહુચર માત ની રે જય જય ...
પાવાગઢ માં છે મહાકાલી સંખલપુર માં છે બહુચર બાલી રે ,
આરાશુર મહારાણી અંબે માત ની રે
ગબ્બર ગોખ ની રે ચારચાર ચોક ની રે ,
ગોખ ગબ્બર માં હીંચકા ખાયે ભક્તો ને માં દર્શન આપે
શોભે સિંહ સવારી અંબે માત ની રે ,
સીતારામ ની રે રાધે શ્યામ ની રે ,
નાચે નાચે તાલી પાડે ગીતો ગાયે સખી સંગાથે
સખીયો ઝીલે તાલી અંબે માત ની રે ,
ખણખણ ખણખણ ખંજરી થાયે ઘમ ઘમ ઘૂઘરી થાયે ,
સઘળે પ્રશરે જ્યોતિ અંબે માત ની રે
હરિહર નામની રે મંગલ માત ની રે
આરાશુર ની રે અંબે માત ની રે
ગબ્બર ગોખ ની રે અંબે માત ની રે
સીતા રામ ની રે રશે શ્યામ ની રે
બહુચર માત ની રે અંબે માત ની રે
કાલિકા માત ની રે અંબે માત ની રે
ખોડિયાર માત ની રે અંબે માત ની રે

ચોખલિયાળી ચુંદડી માં ગરબે રમવા આવો ને રસ રઢિયાળી રાતડી માં ગરબે....
સોળે સણગાર સોહે માડી માં મારું મન મોહ્યું અનંત ની ઓઢાનીયું ઓઢી ગરબે ....
ગગન ગોખ માં ગરબા ગુંજે રાતલડી રળિયાત રે , સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત ગરબે ...
ચૌરે ને ચૌટે માના કંકુ વેરાણાં ,ગરબે ઘૂમતી ઘોરી કેરા લેહરનીયા લેહરાણા...
તાલી કેરા તાલે માડી ગરબે રમવા આવો ને ચોખલિયાળી ચૂંદડી માં....

માનો ઘુગરીયાળો ઝામ્પલો રે માની ઘુઘરિયાળી વેલ જો
વાગે રુમઝુમ રુમઝુમ ઘૂઘરી રે ,કાઈ રૂમઝૂમતી આવે માત જો
આવ્યા આસો ને વળી નોરતા રે , આવી આવી શરદ પૂનમ ની રાત જો , માનો...
શંકર પાર્વતીજી આવિયા રે , સાથે લક્ષ્મીજી નો સાથ જો ...માનો
માં એ આછા સાળુ ઓઢીયા રે હા રે કઈ સાળુડે કસબી કોર જો માનો...
અંબા હેમ હિંડોળે હિંચકે રે હિંચકે રે હીંચ હીંચે આરાશુર ની માત જો ,
ઝીણીઝીણી ઝાંઝર નો ઝમકાર અંબા આવો રમવા ને
ઘમ ઘમ ઘૂઘરી નો ઘમકાર અંબા.......
માનવ ની મેદની જામી મેદાને દિવ્ય દેવી દરબાર અંબા....
મસ્તી ના રંગ માં આવે ઉમંગ માં ,
ભાવિક નર ને નાર અંબા.. કોઈ જળ ઝારી અગર ચંદન ના ,
કોઈ ડોલર ના હાર અંબા....
મઘ મઘ છે ધૂપ સનાતન , દીપક ની દીપમાળ અંબા....
મીટ માંડી ને સૌ વાટ જુવે છે ,પ્રશશ્તી થી જયજયકાર અંબા....
ગોખ માંથી રમ્યા જ્યોતિ સ્વરૂપે ,અંબાજી નીસર્યા બહાર અંબા..
ઝીણી ઝીણી .........

Thursday, November 26, 2009

આંગણા આજે રળિયાત રે , ગરબે ઘૂમે માત રે .
તાલી દેતા બિરદાળી માત રે ,નયનો ની નવલી આ જ્યોત રે ,
માત થતા ઓતપ્રોત રે ધન્ય આ જીવનીયું થાય રે ,
વાગે ઝાંઝ પખાઝ રે ઘૂમે અંબે માત રે
ચાંદની ની રાત માં ,માવડી ના વહાલ માં
કુમકુમ ચરણો પાવન થાય રે
ગરબે ઘૂમે માત રે

Wednesday, November 25, 2009

હશે હજારો ભૂલ અમારી વાટ ખોટી નથી તમારી
હું તો તારું બાળક તું તો જગની પાલક,
માં સંભળાવજે જ્ઞાન ભરી અમૃત વાણી ,
કેમ રીસાણી તું અમારા થી
જગ માં પાખંડ પ્રપંચ થયા ભારી
તેથી મતિ મુન્જાની શું તારી
માનું પાયે લાગે સાથે મુક્તિ માગે
માં ચરણ માં રાખજે વાઘવાળી
કેમ રીશાની તું આરાશુર વાળી

ક્યારે આવે નોરતા હું જોતી તી વાટ રે .
આવ્યા માના ના નોરતા .મારી અંબા માં ના નોરતા
પ્રજાપતિ એ ઘડિયા રૂડા ગરબડીયા ના ઘાટ રે ,
બ્રહ્મા મંત્ર ભણે માંડવડે , વિષ્ણુ શંખ બજાવે
ડમરું લઇ શિવ શંકર નાચે ,ત્રિભુવન ડોલી જાય રે આવ્યા માના ....
ઋષિ મુની તારી કરે આરતી ગુણીજન ગુણલા ગાય ,
જેવી જેની આસ્થા તેવા તેને દર્શન થાય
આવ્યા માના ના નોરતા ,...

Sunday, November 22, 2009

છેટા રહો ને સૌ છેટા રહો , અંબા બહુચર ને રમવા દ્યો ,
ચાચર ના ચોક માં ઘુમવા દ્યો ,અંબા બહુચર ને ઘુમવા દ્યો ,
મોટેરો ગરબો અંબા ને શિરે , નાનેરો ગરબો બહુચર ને શિરે , ચાચર ના ચોકે .............
અંબા ના પગ માં ઝંઝંરિયા ઝમકે , બહુચર ના પગ માં ઘુઘુરીયા ઘમકે .........
અંબા ની ચુંદડી માં ચાંદલિયા ચમકે , બહુચર ની ઓઢાની માં તારલિયા ટમકે ,
નાનેરા બહુચર લાગે સોહામણા , મોટેરા અમ્બેમાં કેવા રળિયામણા ,
એક પછી એક સૌ સહેલી આવતી ,ગરબા ગાતી ને કુમકુમ વર્ષાવતી ..
ચાચર ના ચોક માં ....................................