નેશનલ / ઇન્ટરનેશનલ ક્યુઝિન -ભાગ 2
કચ્છ ની એક વાનગી જે ક્યાંય નથી મળતી પણ કચ્છી ઓ ના હૃદય માં વસેલી છે તે છે , પકવાન ,
કચ્છ ના પકવાન તમને ક્યાંય જોવા નહિ મળે ,ને જોશો તો પણ એવી ક્વોલિટી ના તો નહિ જ મળે
આ વાનગી બહુ પ્રચલિત નથી તેનું એક કારણ કે એ હેલ્થી નથી
કચ્છી પકવાન : આ સામાન્ય રીતે મેંદા ના લોટ માં સાધારણ મીઠું ઉમેરી ને વેજીટેબલ ઘી માં ખુબ મસળી ને એની પટ્ટી વણી ને લોટ છાંટી ને આ પટ્ટી ને એક બીજા ઉપર રાખી પછી હળવે હાથે વણી ને એ રોલ ને ધીમી આંચે વેજીટેબલ ઘી માં તળવા માં આવે છે આથી બધા જ પડ છુટા પડી ને એક ખુબ ક્રિસ્પી પકવાન બને છે , પણ આ પડ વચ્ચે ઘી રહી જાતું હોવા થી તે ફેટી થઇ જતું હોવા થી અત્યાર ના પ્રમાણ માં અનહેલ્થી ગણાય છે ને લોકો અવોઇડ કરે છે ,જોકે અમને એ ખુબ જ ભાવે છે એટલે કોઈ કોઈ વખત મજા માણી લઈએ છીએ , મારા અમેરિકન બોર્ન પૌત્રા ને તો બહુજ ભાવે છે
કચ્છી પકવાન
સિંધી દાળ પકવાન :
કચ્છ માં જ ગાંધીધામ માં સિંધી કોમ ની વસ્તી મોટી છે ને એ લોકો માં બ્રેકફાસ્ટ માં અતિ પ્રખ્યાત વાનગી એ આ દાળ પકવાન છે ,આ એક ખુબ જ ટેસ્ટી વાનગી છે ને બધે જ લોકો એને પસંદ કરે છે
આમાં પેહલા તો ચણા દાળ ને બાફી ને વઘાર કરી ,મસાલેદાર બનાવવા માં આવે છે , આને સારી એવી ઘટ્ટ રાખવા માં આવે છે ,પકવાન આમ તો જાડી તળેલી રોટલી કે ખાખરા જેવું હોય છે , જેને રેગ્યુલર કે બાઈટ સાઈઝ માં બનાવવા માં આવે છે
આ જાડી રોટલી પર ઘટ્ટ દાળ ને પાથરવા માં આવે છે ને એની ઉપર ,મિન્ટ ચટણી , આમલી ની ચટણી, કાંદા, કોથમીર વગેરે થી શણગાર (ગાર્નિશ ) કરવા માં આવે છે ,હવે તો એના પણ દાડમ ના દાણા ને ચીઝ પણ ભભરાવવા માં આવે છે
આ ખુબ જ ટેસ્ટી હોય છે , અમારા કુટુંબી ના લગ્ન માં પણ બ્રેકફાસ્ટ માં આ આઈટેમ હિટ ગઈ હતી
સિંધી દાળ પકવાન
મેસૂર પાક ( મૈસોર પાક ) આપની જાણ માં જ હશે કે માયસોર પાક ની ઉત્પત્તિ માયસોર રાજ્ય માં થઇ હતી ને પછી તે બધે જ ફેલાઈ ગયો છે , ખુબ ઘી વપરાતું હોવા થી મોટા ભાગ ના લોકો હેલ્થ ની દ્રષ્ટિ એ એને પસંદ નથી કરતા પણ એનો સ્વાદ ને ઘી ની મીઠી સોડમ લોકો ને એની તરફ ખેંચી જ આવે છે
કચ્છ ના બન્ની વિસ્તાર માં ગાય ની વસ્તી વધારે છે ને એના પ્રમાણ માં દૂધ નો વપરાશ ઓછો હોવા થી ત્યાં ઘી ને માવો, ઉપરાંત મેસુક નું ઉત્પાદન વધી ગયું , આ કારણે ખાવડા નો મેસુક વખણાવવા લાગ્યો .
આની બનાવટ માં ઘી ને એકદમ ગરમ કરી ને કકડાવવા નું હોય છે ,બીજી બાજુ ખાંડ ની ચાસણી કરી ને ચણા ના લોટ ને ચાસણી માં નાખી સતત હલાવાતા રહી ને ઉપર થી એકદમ કડકડતું ઘી નાખી ને ગાંઠો ન પડે તે રીતે હલાવતા રહેવા થી મેસૂર પાક માં એકદમ સરસ ઝાળી પડશે
માયસોર પાક /મેસુક
આ ઉપરાંત કચ્છ ની ગુબિત પણ જાણીતી છે .
No comments:
Post a Comment