Sunday, March 15, 2020

કયુઝીન ઇંડિયન 1


નેશનલ / ઇન્ટરનેશનલ ક્યુઝિન -ભાગ 2

કચ્છ ની એક વાનગી જે ક્યાંય નથી મળતી પણ કચ્છી ઓ ના હૃદય માં વસેલી છે તે છે , પકવાન ,
કચ્છ ના પકવાન તમને ક્યાંય જોવા નહિ મળે ,ને જોશો તો પણ એવી ક્વોલિટી ના તો નહિ જ મળે 
આ વાનગી બહુ પ્રચલિત નથી તેનું એક કારણ કે એ હેલ્થી નથી 

કચ્છી પકવાન :  આ સામાન્ય રીતે મેંદા ના લોટ માં સાધારણ મીઠું ઉમેરી ને વેજીટેબલ ઘી માં ખુબ મસળી ને એની પટ્ટી વણી ને લોટ  છાંટી ને આ પટ્ટી ને  એક બીજા ઉપર રાખી પછી હળવે હાથે વણી ને એ રોલ ને ધીમી આંચે વેજીટેબલ ઘી માં તળવા માં આવે છે આથી બધા જ પડ છુટા પડી ને એક ખુબ ક્રિસ્પી પકવાન બને છે , પણ આ પડ વચ્ચે ઘી રહી જાતું હોવા થી તે ફેટી થઇ જતું હોવા થી અત્યાર ના પ્રમાણ માં અનહેલ્થી  ગણાય છે ને લોકો અવોઇડ કરે છે ,જોકે અમને એ ખુબ જ ભાવે છે એટલે કોઈ કોઈ વખત મજા માણી લઈએ છીએ , મારા અમેરિકન બોર્ન પૌત્રા ને તો બહુજ ભાવે છે 
    
image.png
કચ્છી પકવાન
સિંધી દાળ પકવાન :

કચ્છ માં જ ગાંધીધામ માં સિંધી કોમ ની વસ્તી મોટી છે ને એ લોકો માં બ્રેકફાસ્ટ માં અતિ પ્રખ્યાત વાનગી એ આ દાળ પકવાન છે ,આ એક ખુબ જ ટેસ્ટી વાનગી છે ને બધે જ લોકો એને પસંદ કરે છે 
આમાં પેહલા તો ચણા દાળ ને બાફી ને વઘાર કરી ,મસાલેદાર બનાવવા માં આવે છે , આને સારી એવી ઘટ્ટ રાખવા માં આવે છે ,પકવાન આમ તો જાડી તળેલી રોટલી કે ખાખરા જેવું હોય છે , જેને રેગ્યુલર કે બાઈટ સાઈઝ માં બનાવવા માં આવે છે 
આ જાડી રોટલી પર ઘટ્ટ દાળ ને પાથરવા માં આવે છે ને એની ઉપર ,મિન્ટ ચટણી , આમલી ની ચટણી, કાંદા, કોથમીર વગેરે થી શણગાર (ગાર્નિશ )  કરવા માં આવે છે ,હવે તો એના પણ દાડમ ના દાણા ને ચીઝ પણ ભભરાવવા માં આવે છે  

આ ખુબ જ ટેસ્ટી હોય છે , અમારા કુટુંબી ના લગ્ન માં પણ બ્રેકફાસ્ટ માં આ આઈટેમ હિટ ગઈ હતી 

image.png  
image.png
સિંધી દાળ પકવાન 

મેસૂર પાક ( મૈસોર પાક ) આપની  જાણ માં જ હશે કે માયસોર પાક ની ઉત્પત્તિ માયસોર રાજ્ય માં થઇ હતી ને પછી તે બધે જ ફેલાઈ ગયો છે ,  ખુબ ઘી વપરાતું હોવા થી મોટા ભાગ ના લોકો હેલ્થ ની દ્રષ્ટિ એ એને પસંદ નથી કરતા પણ એનો સ્વાદ ને ઘી ની મીઠી સોડમ લોકો ને એની તરફ ખેંચી જ આવે છે 
કચ્છ ના બન્ની વિસ્તાર માં ગાય ની વસ્તી વધારે છે ને એના પ્રમાણ માં દૂધ નો વપરાશ ઓછો હોવા થી ત્યાં ઘી  ને માવો, ઉપરાંત મેસુક નું ઉત્પાદન વધી ગયું , આ કારણે ખાવડા નો મેસુક વખણાવવા લાગ્યો  .    

આની બનાવટ માં ઘી ને એકદમ ગરમ કરી ને કકડાવવા નું હોય છે ,બીજી બાજુ ખાંડ ની ચાસણી કરી ને ચણા ના લોટ ને ચાસણી માં નાખી સતત હલાવાતા    રહી ને ઉપર થી એકદમ કડકડતું ઘી નાખી ને ગાંઠો ન પડે તે રીતે હલાવતા રહેવા થી મેસૂર પાક માં એકદમ સરસ ઝાળી પડશે  

image.png
માયસોર પાક /મેસુક 

આ ઉપરાંત કચ્છ ની ગુબિત પણ જાણીતી છે  .

Friday, March 4, 2016

અમર તું  રાખજે માં મારો ચૂડી ને ચાંદલો બીજું કઈ જોઈએ ના  માં મારો। ............સુંદર મન ની લાલ પહેરી ને ચુંદડી , અભિલાષા પુરજે માં  માં મારો ચૂડી ને ચાંદલો ચૂડલો પહેર્યો મેં સુંદર મુજ કાન્ત નો હેમ થી મઢેલો છે  હાથી  તણા  દાંત નો અવિચળ રાખજે માં  મારો। .....ચાંદલો કર્યો છે માં લાલ કુમકુમ નો સેથો પૂર્યો માં એ અદભુત રંગ નો અખંડ રાખજે માં મારો। ..........અખંડ સોભાગ્ય મારું માત સદા રાખજે પાપ કષ્ટ  રોગ દુખ ભષ્મ કરી નાખજે  આટલું તો આપજે માં  મારો ચૂડી ને ચાંદલો  

Tuesday, April 7, 2015

Saturday, November 9, 2013


  હું છેલ્લા 50 વર્ષ થી તરલા ની ગરબા ,​ભજન ની નોટબુક  જોતો આવ્યો છું ને હવે તો એ બુક એટલી  જર્જરિત થઇ ગઈ છે કે અનેક પાના પણ ખરી પડ્યા છે જે જોઈ ને જીવ બળતો હતો  . આ સંગ્રહ માં લગભગ 150 ગરબા ને  ભજન હશે જેમાં નાં અનેક તો ભાગ્યે જ અત્યાર નાં લોકો એ સાંભળેલા હશે ને હવે તો લોકો નો રસ પણ ઓછો થઇ ગયો હશે પણ ગુજરાતી ભાષા નાં લુપ્ત થવા પેહલા આને ઓનલાઈન મુકવા ની ઇચ્છા હતી જેથી કદાચ પણ  કોઈ  ને રસ હોય તો તેનો ઉપયોગ કરી શકે  .  હવે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે ,આશા છે કે ઈશ્વર આ કાર્ય પૂરું કરવા ની શક્તિ ને આયુષ્ય આપશે​.

અહી અમેરિકા માં અમારો અનુભવ છે કે જ્યારે પણ અમે  કોઈ ગરબો શોધવા જોઈએ છીએ  ત્યારે મળતો નથી. અમુક ગરબા તો ખુબ લોકપ્રિય હોય છે પણ તેનાં શબ્દો પણ મળતા નથી

 અમેરિકા માં ખુબ જ ગરબા હરીફાઈ થાય છે ને ત્યારે પ્રાચીન ગરબા જે  ચવાઈ ગયા ન હોય તેવા મળતા નથી એટલે આ અમારા  ગરબા સંગ્રહ માં થી જો કોઈ ને એકાદ ગરબો પણ કામ લાગશે તો અમારી મહેનત લેખે લાગશે  


  અનુક્રમણિકા 

 1. માતાજી નાં ઊંચા મંદિર નીચા મોલ 

 2. આકાશ માંથી ઉતર્યા રે ભોળી ભવાની માં 

 3. એકે છંદે બીજે છંદે અગ્રે છંદે ગોરા 

 4. બોલો બોલો અંબે  માત રે 

  5. મારો ગરબો રમે રાજ ને દરબાર 

  6. છેટા રહો ને સહુ છેટા રહો , અંબા બહુચર ને રમવા દ્યો 

  7. લગની  લાગી અંબા તારા નામ ની 

  8 રણઝણ વાગે ઘુઘરડો રે 

  9. ઘોર અંધારી રાતલડી માં 

 10 તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં 

11.  શક્તિ નાં તારી કળાય રે માં અંબિકા 

 12 .ચુંદડી ચૌદ લોક માં ગોતું 

 13. ચુન્દલડી ચુન્દલડી માં તારી 

 14   ડુંગર વાળી નો ડંકો વાગે છે 

 15.  અંબા ની ચુંદડી ચમકે છે 

  16. માતા પેહલું તે પેહલું આઈ નું નોરતું 

  17. માજી  તારો હિંડોળો ઝાકમ ઝોલ 

  18. સાગ સીસમ બાજોઠીયો રે રૂડી 

  19. ચોખાલીયાળી ચુંદડી માં 

  20. ઉગમણે આંગણે રેતી રના દે દહાડી દહાડી દર્શાનીયા દે 

  21.  આજ સ્વપ્ના માં અંબે ભવાની માં 

  22.  રંગતાળી રંગતાળી  રે રંગ માં 

  23. રંગ માં રંગ માં રે બાળી  બહુચરાજી 

  24.  ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે 

  25.  રૂડી ગરબે રમે  માત અંબિકા રે 

  26.  અંબા અભય પદ દાયિની રે 

  27.  ખેલ  ખેલ  રે ભવા ની માં 

  28.  ચોખલિયા ખાંડી ખાંડી મેલ્યા રે ભવાની માં 

  29.  પ્રેમી પરોણા આવો અંબે માં 

 30  આશમાની   રંગ ની ચુંદડી રે 

  31.  એક વણઝારી ઝૂલણ ઝૂલતી તી 

  32.  નીચી નામી નમસ્કાર કરું છું  

  33.  પીતળ લોટા જળ રે ભરાવું દાતણ કરશે માત રે 

  34.  મોરલિયા જા જે અંબે મા ના દેશ માં 

  35  એક વાર આવો અંબે માં 

   36.  માં અંબા તે રમવા નીસર્યા રે લોલ 

   37.  માં પાવા તે ગઢ થી ઉતર્યા 

   38.  ઘુમતો ઘુમતો જાય આજ માં નો ગરબો 

   39.  સાચી રે મારી સત રે ભવાની માં 

   40.   સોળે શણગાર સજી શોભતા રે માં કાળિકા 

   41.    ઊંચા ઊંચા મંદિર મારી અંબા માં નાં 

   42.   ગણપતિ ને લાગુ પાય રે નમું સુરજ રનાદે 

    43. બુદ્ધિ આપે માં અંબિકા રે 

    44.  વારી વારી  જાઉં  મારી અંબા માં નેણ 

    45.  માં શંખલપુર ગામ નાં ચોક માં દેવી અન્નપુર્ણા 

    46.  કેશરીઓ રંગ તને લાગ્યો અલ્યા ગરબા 

    47.  પરથમ પાવાગઢ મોજાર કે ફરતી ઘુઘરિયાળી માળ કે ગરબો રમણે ચડ્યો 

     48.  લીમડા નાં લાંબેરા પાન 

    49.   ખરે બપોરે નીસરી ને અડવા મારા પગ  કે વેરણ વાગે છે 

    50.   ધમ  ધમા ધમ ધમ  સાંબેલું , અલક મલક નું અલબેલું    

    51     ખેધે પડ્યો છે ગુણગારો 

    52.    જમુનાજી ને કાંઠે મારે જળ 

    53.    એક   રંગભર રસીએ પૂછ્યું કે રાણી રાજ રે તને વહાલું કોણ  રાતી રે રંગ ચૂડી હો 

     54.   મેં તો   હોંશે હોંશે કીધા પતર વેલીયા રે 

     55.   લીંબુડા ઝૂલે તારી બાગ માં છબીલા રાજ 

     56.    મારે ટોડલે બેઠો  રે  મોર ક્યા બોલે 

     57.    ઘૂમે રે ઘૂમે ગરવી ગુજરાતણ  નો ગરબો 

     58. સાવરી વિભાવરી માં રંગતાળી રમતા 

     59.    છાનું રે છપનું કઈ થાય નહિ થાય થાય નહિ ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કેહવાય નહિ 

     60.   ડૂબે  સૂર્ય ધીમે ધીમે ગોવાલણી  રે લોલ 

Sunday, July 18, 2010

અમે આ ગરબા ની સાઈટ માં તરલા બેને ગાયેલા ૨ ગરબા પણ મુક્યા છે ને વધારે ગરબા મુકવા ના છીએ .તો આ ગરબા સાંભળવા માટે સાથે ની લીંક પર ક્લિક કરવા વિનંતી .

http://sites.google.com/site/madhurgarba/

Tuesday, December 8, 2009

એ અંબા તને મારા સમ , કે તારી કળા નથી કઈ કમ , કે રમવા આવો ને ,
કિનખાબ નો તો ઘાઘરો ને ચોળી પહેરી તંગ , રાતા પીળા ટપકા વાળી તારી ઓઢણી કસુંબલ રંગ ,
સેંથો પૂરી સિંદુર નો ને ટીલડી રાતી રંગ હીરા જડેલી દામણી નાકે જ્હ્બુકે નંગ કે રમવા ...
સાવ સોના ની ચૂડી રે પેહરજો પેહરજો બાજુ બંધ ,કેડે કંદોરો પેહરજો , પત્તો બાંધજો તંગ , કે રમવા ...
પાવાગઢ થી કાળી ને લાવજો બહુચરા ને લાવજો સંગ , ખોડિયાર માં ને જો લાવશો સંગ , રહેશે રૂડો રંગ કે રમવા..
લટકાળો કાનજી જોવાને આવશે લાડકડી રાધા સંગ , ગોકુલ ગામ ની ગોપી ઓ આવશે ગરબે જામશે રંગ ,
પાયે માજી ઝાંઝર વાગે નુપુર વાગે છમ તાલી તો એક તાલ માં વાગે ઘૂઘરા વાગે ઘમ કે રમવા આવો ને
આરાશુર થી અંબા પધાર્યા રાન્ધલ તુલજા સંગ સર્વે મળી ને છંદ જ ગાયો મનુ નો રાખ્યો રંગ કે રમવા આવો ને




ધડ ધડ ધડ ધડ નગારા વાગે સુતા લોકડીયા જાગે રે અંબા ભલે પધારે ,
ભલે પધારે માત ભલે પધારે ડેલી એ ડંકો વાગે કે અંબા ભલે પધારે
ગડ ગડ ગડ ગડ નોબત વાગે જાણે ગગન ઘન ગાજે કે અંબા ભલે પધારે ,
ઘોડે ચડી બહુ આવે છે બાળા ઝગમગ તા ભાલા કે અંબા ...
ચોસઠ જોગણી ની સેના છે સાથે , ખુલ્લી તલવાર તેના હાથે રે અંબા ......
સ્વર્ગ તણી સુંદરી ઓ આનંદે નાચે , ગાયે હિન્ચાકર ગીત રાગે કે અંબા ...
ભક્તો ના ટોળા આવે છે આગે , મેલા ભુતાડીયા ભાગે કે અંબા. ...
દેવ દેવાંગના ઉભા આકાશે અંબા ને ફૂલડે વધાવે કે અંબા.
જય અંબે જય અંબે ના નાદે સિદ્ધો સમાધી થી જાગે કે અંબા..
ધમ ધમ ધમ રથ ચાલે ને ગાજે , એમાં નારાયણી બિરાજે કે અંબા..
માં માં કરતા બાલુડા આવે વ્હાલા રે બાળ ને હૈયા શું ચાંપી , અંબા અભય દાન આપે કે
અંબા ભલે પધારે , ધડ ધડ ધડ ધડ નગારા વાગે .....


ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડ ના , ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો જો જે રંગ જાય ના ..
ઓં ......ધ્રુજે ના ધરતી તો રમઝટ કેહવાય ના રહીયાલી રાતડી નો ...
ચમકતી ચાલ માને ધુધરી ઘમકાર નુપુર ના નાદ સાથે તાલી ઓ ના તાલ
ગરબા ઘૂમતા માને કોઈ થી પોહ્ચાય નહિ રઢીયાળી રાતડી નો ...
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ , મોગરા ની વેણી માં ચંપા બે ચાર
આછા આછા ઓઢના માં રૂપ માં નું માય નહિ સોળે સણગાર સજી અવની પર આવ ઢોલીડા ...
રમવા માત આવ્યા અલબેલી ભાત , નીરખું નીરખું મારું મનડું ભરાય નહિ ,
મોતી વેરાના રૂડા ચાચર ના ચોક માં ઉમટ્યા સૌ થોકે થોકે ગબ્બર ગોખે
વીણું વીણું ને મારી છાબડી માં માય નહિ રઢીયાળી રાતડી માં
માઝમ રાતે માં એ અમૃત વર્ષાવ્યા , પ્રેમી બાલુડા ને પ્રેમે ભીન્જાવ્યા ...
ભૂલું ભૂલું તોય ભૂલ્યું ભૂલાય નહિ રઢીયાળી રાતડી ના ...
રંગ એવો લાગ્યો કે ધોયો ધોવાય ના , ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડ ના ..



.

હો હો હો માની ચુંદડી લેહરાય ચુંદડી લેહરાય માની આંખડી ઘેરાય ,
આંખડી ઘેરાય માનું મુખડું મલકાય હો હો ....
અંબા માની ચુંદડી માં કોણ કોણ મોહ્યું , અંબા માની ચુંદડી માં મહીષા શુર મોહ્યો
મહીષા શુર મોહ્યો માં એ મર્દન કીધો , હો હો ...
અંબા માં ની ચુંદડી માં ભષ્મ શુર મોહ્યો ભષ્મ શુર મોહ્યો માં એ ભસ્મી ભૂત કીધો
અંબા માં ની ચંદડી માં કોણ કોણ મોહ્યું ,
અંબા માં ની ચુંદડી માં રાવણ મોહ્યો રાવણ મોહ્યો એણે લંકા ગઢ ખોયો ,
અંબા માં ની ચુંદડી કોણ કોણ મોહ્યું ,
અંબા માં ની ચુંદડી માં ચુંડ મુંડ મોહ્યા ,ચુંડ મુંડ મોહ્યા માં એ ચપટી માં ચોળ્યા હો હો
અંબા માની ચુંદડી માં દુર્યોધન મોહ્યો ,દૃયોધન મોહ્યો એણે વિનાશ જોયો હો હો
અંબા માની ચુંદડી માં ભક્તો મોહ્યા , ભક્તો મોહ્યા માં એ અમી રસ ઢોળ્યા ,
હો હો માની ચુંદડી લેહરાય ચુંદડી લેહરાય માની આંખડી ઘેરાય