Monday, June 1, 2009



રાગ ; આધા હૈ ચંદ્ર માં ...............



શું બેઠી પગ ઉપર પગ ચડાવી ,બોલતી નથી ચાલતી નથી ,



શીદ ને રીશાની ,શું અપરાધ થયો છે અમારો ,મને આશરો છે એક તમારો



કરજો અમી ભરી દ્રષ્ટી પ્રેમ દ્રષ્ટી , માફ કરજો અંબિકા આરાશુર વાળી ,કેમ રીશાની



હશે હજારો ભૂલ તો અમારી ,વાત ખોટી નથી કોઈ તમારી ,



હું તો તારું બાળક ,તું તો જગની પાલક , માં સમભલ્વાજે જ્ઞાન ભરી અમૃતવાણી ,, કેમ રીસાણી .........



જગ માં પાખંડ પ્રપંચ થયા ભારી ,તેથી મતિ શું તારી મુન્જાની ?



મનુ પાયે લાગે સાથે મુક્તિ માંગે ,માં ચરણ માં રાખજે , વાઘ્વાળી, કેમ રીશાની


ક્યારે આવે નોરતા, હું જોતી તી વાટ રે,


આવ્યા માંના નોરતા મારી અંબે માં ના નોરતા


પ્રજાપતિ એ ઘડિયા રૂડા ગરબડિયા ના ઘાટ રે ,આવ્યા માંના॥,


બ્રમ્હા મંત્ર ભણે માંડવડે ,વિષ્ણુ શંખ બજાવે ,ડમરું લઇ શિવ શંકર નાચે


ત્રિભુવન ડોલી જાય રે , આવ્યા માંના નોરતા રે ,


ઋષિ મુની કરે તારી આરતી ,ગુણીજન ગુણલા ગાય


જેવી જેની આસ્થા તેવા તેને દર્શન થાય ,


આવ્યા માંના નોરતા રે ,