Sunday, March 15, 2020

કયુઝીન ઇંડિયન 1


નેશનલ / ઇન્ટરનેશનલ ક્યુઝિન -ભાગ 2

કચ્છ ની એક વાનગી જે ક્યાંય નથી મળતી પણ કચ્છી ઓ ના હૃદય માં વસેલી છે તે છે , પકવાન ,
કચ્છ ના પકવાન તમને ક્યાંય જોવા નહિ મળે ,ને જોશો તો પણ એવી ક્વોલિટી ના તો નહિ જ મળે 
આ વાનગી બહુ પ્રચલિત નથી તેનું એક કારણ કે એ હેલ્થી નથી 

કચ્છી પકવાન :  આ સામાન્ય રીતે મેંદા ના લોટ માં સાધારણ મીઠું ઉમેરી ને વેજીટેબલ ઘી માં ખુબ મસળી ને એની પટ્ટી વણી ને લોટ  છાંટી ને આ પટ્ટી ને  એક બીજા ઉપર રાખી પછી હળવે હાથે વણી ને એ રોલ ને ધીમી આંચે વેજીટેબલ ઘી માં તળવા માં આવે છે આથી બધા જ પડ છુટા પડી ને એક ખુબ ક્રિસ્પી પકવાન બને છે , પણ આ પડ વચ્ચે ઘી રહી જાતું હોવા થી તે ફેટી થઇ જતું હોવા થી અત્યાર ના પ્રમાણ માં અનહેલ્થી  ગણાય છે ને લોકો અવોઇડ કરે છે ,જોકે અમને એ ખુબ જ ભાવે છે એટલે કોઈ કોઈ વખત મજા માણી લઈએ છીએ , મારા અમેરિકન બોર્ન પૌત્રા ને તો બહુજ ભાવે છે 
    
image.png
કચ્છી પકવાન
સિંધી દાળ પકવાન :

કચ્છ માં જ ગાંધીધામ માં સિંધી કોમ ની વસ્તી મોટી છે ને એ લોકો માં બ્રેકફાસ્ટ માં અતિ પ્રખ્યાત વાનગી એ આ દાળ પકવાન છે ,આ એક ખુબ જ ટેસ્ટી વાનગી છે ને બધે જ લોકો એને પસંદ કરે છે 
આમાં પેહલા તો ચણા દાળ ને બાફી ને વઘાર કરી ,મસાલેદાર બનાવવા માં આવે છે , આને સારી એવી ઘટ્ટ રાખવા માં આવે છે ,પકવાન આમ તો જાડી તળેલી રોટલી કે ખાખરા જેવું હોય છે , જેને રેગ્યુલર કે બાઈટ સાઈઝ માં બનાવવા માં આવે છે 
આ જાડી રોટલી પર ઘટ્ટ દાળ ને પાથરવા માં આવે છે ને એની ઉપર ,મિન્ટ ચટણી , આમલી ની ચટણી, કાંદા, કોથમીર વગેરે થી શણગાર (ગાર્નિશ )  કરવા માં આવે છે ,હવે તો એના પણ દાડમ ના દાણા ને ચીઝ પણ ભભરાવવા માં આવે છે  

આ ખુબ જ ટેસ્ટી હોય છે , અમારા કુટુંબી ના લગ્ન માં પણ બ્રેકફાસ્ટ માં આ આઈટેમ હિટ ગઈ હતી 

image.png  
image.png
સિંધી દાળ પકવાન 

મેસૂર પાક ( મૈસોર પાક ) આપની  જાણ માં જ હશે કે માયસોર પાક ની ઉત્પત્તિ માયસોર રાજ્ય માં થઇ હતી ને પછી તે બધે જ ફેલાઈ ગયો છે ,  ખુબ ઘી વપરાતું હોવા થી મોટા ભાગ ના લોકો હેલ્થ ની દ્રષ્ટિ એ એને પસંદ નથી કરતા પણ એનો સ્વાદ ને ઘી ની મીઠી સોડમ લોકો ને એની તરફ ખેંચી જ આવે છે 
કચ્છ ના બન્ની વિસ્તાર માં ગાય ની વસ્તી વધારે છે ને એના પ્રમાણ માં દૂધ નો વપરાશ ઓછો હોવા થી ત્યાં ઘી  ને માવો, ઉપરાંત મેસુક નું ઉત્પાદન વધી ગયું , આ કારણે ખાવડા નો મેસુક વખણાવવા લાગ્યો  .    

આની બનાવટ માં ઘી ને એકદમ ગરમ કરી ને કકડાવવા નું હોય છે ,બીજી બાજુ ખાંડ ની ચાસણી કરી ને ચણા ના લોટ ને ચાસણી માં નાખી સતત હલાવાતા    રહી ને ઉપર થી એકદમ કડકડતું ઘી નાખી ને ગાંઠો ન પડે તે રીતે હલાવતા રહેવા થી મેસૂર પાક માં એકદમ સરસ ઝાળી પડશે  

image.png
માયસોર પાક /મેસુક 

આ ઉપરાંત કચ્છ ની ગુબિત પણ જાણીતી છે  .

Friday, March 4, 2016

અમર તું  રાખજે માં મારો ચૂડી ને ચાંદલો બીજું કઈ જોઈએ ના  માં મારો। ............સુંદર મન ની લાલ પહેરી ને ચુંદડી , અભિલાષા પુરજે માં  માં મારો ચૂડી ને ચાંદલો ચૂડલો પહેર્યો મેં સુંદર મુજ કાન્ત નો હેમ થી મઢેલો છે  હાથી  તણા  દાંત નો અવિચળ રાખજે માં  મારો। .....ચાંદલો કર્યો છે માં લાલ કુમકુમ નો સેથો પૂર્યો માં એ અદભુત રંગ નો અખંડ રાખજે માં મારો। ..........અખંડ સોભાગ્ય મારું માત સદા રાખજે પાપ કષ્ટ  રોગ દુખ ભષ્મ કરી નાખજે  આટલું તો આપજે માં  મારો ચૂડી ને ચાંદલો  

Tuesday, April 7, 2015

Saturday, November 9, 2013


​  હું છેલ્લા 50 વર્ષ થી તરલા ની ગરબા ,​ભજન ની નોટબુક  જોતો આવ્યો છું ને હવે તો એ બુક એટલી  જર્જરિત થઇ ગઈ છે કે અનેક પાના પણ ખરી પડ્યા છે જે જોઈ ને જીવ બળતો હતો  . આ સંગ્રહ માં લગભગ 150 ગરબા ને  ભજન હશે જેમાં નાં અનેક તો ભાગ્યે જ અત્યાર નાં લોકો એ સાંભળેલા હશે ને હવે તો લોકો નો રસ પણ ઓછો થઇ ગયો હશે પણ ગુજરાતી ભાષા નાં લુપ્ત થવા પેહલા આને ઓનલાઈન મુકવા ની ઇચ્છા હતી જેથી કદાચ પણ  કોઈ  ને રસ હોય તો તેનો ઉપયોગ કરી શકે  .  હવે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે ,આશા છે કે ઈશ્વર આ કાર્ય પૂરું કરવા ની શક્તિ ને આયુષ્ય આપશે​.

અહી અમેરિકા માં અમારો અનુભવ છે કે જ્યારે પણ અમે  કોઈ ગરબો શોધવા જોઈએ છીએ  ત્યારે મળતો નથી. અમુક ગરબા તો ખુબ લોકપ્રિય હોય છે પણ તેનાં શબ્દો પણ મળતા નથી

 અમેરિકા માં ખુબ જ ગરબા હરીફાઈ થાય છે ને ત્યારે પ્રાચીન ગરબા જે  ચવાઈ ગયા ન હોય તેવા મળતા નથી એટલે આ અમારા  ગરબા સંગ્રહ માં થી જો કોઈ ને એકાદ ગરબો પણ કામ લાગશે તો અમારી મહેનત લેખે લાગશે  


  અનુક્રમણિકા 

 1. માતાજી નાં ઊંચા મંદિર નીચા મોલ 

 2. આકાશ માંથી ઉતર્યા રે ભોળી ભવાની માં 

 3. એકે છંદે બીજે છંદે અગ્રે છંદે ગોરા 

 4. બોલો બોલો અંબે  માત રે 

  5. મારો ગરબો રમે રાજ ને દરબાર 

  6. છેટા રહો ને સહુ છેટા રહો , અંબા બહુચર ને રમવા દ્યો 

  7. લગની  લાગી અંબા તારા નામ ની 

  8 રણઝણ વાગે ઘુઘરડો રે 

  9. ઘોર અંધારી રાતલડી માં 

 10 તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં 

11.  શક્તિ નાં તારી કળાય રે માં અંબિકા 

 12 .ચુંદડી ચૌદ લોક માં ગોતું 

 13. ચુન્દલડી ચુન્દલડી માં તારી 

 14   ડુંગર વાળી નો ડંકો વાગે છે 

 15.  અંબા ની ચુંદડી ચમકે છે 

  16. માતા પેહલું તે પેહલું આઈ નું નોરતું 

  17. માજી  તારો હિંડોળો ઝાકમ ઝોલ 

  18. સાગ સીસમ બાજોઠીયો રે રૂડી 

  19. ચોખાલીયાળી ચુંદડી માં 

  20. ઉગમણે આંગણે રેતી રના દે દહાડી દહાડી દર્શાનીયા દે 

  21.  આજ સ્વપ્ના માં અંબે ભવાની માં 

  22.  રંગતાળી રંગતાળી  રે રંગ માં 

  23. રંગ માં રંગ માં રે બાળી  બહુચરાજી 

  24.  ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે 

  25.  રૂડી ગરબે રમે  માત અંબિકા રે 

  26.  અંબા અભય પદ દાયિની રે 

  27.  ખેલ  ખેલ  રે ભવા ની માં 

  28.  ચોખલિયા ખાંડી ખાંડી મેલ્યા રે ભવાની માં 

  29.  પ્રેમી પરોણા આવો અંબે માં 

 30  આશમાની   રંગ ની ચુંદડી રે 

  31.  એક વણઝારી ઝૂલણ ઝૂલતી તી 

  32.  નીચી નામી નમસ્કાર કરું છું  

  33.  પીતળ લોટા જળ રે ભરાવું દાતણ કરશે માત રે 

  34.  મોરલિયા જા જે અંબે મા ના દેશ માં 

  35  એક વાર આવો અંબે માં 

   36.  માં અંબા તે રમવા નીસર્યા રે લોલ 

   37.  માં પાવા તે ગઢ થી ઉતર્યા 

   38.  ઘુમતો ઘુમતો જાય આજ માં નો ગરબો 

   39.  સાચી રે મારી સત રે ભવાની માં 

   40.   સોળે શણગાર સજી શોભતા રે માં કાળિકા 

   41.    ઊંચા ઊંચા મંદિર મારી અંબા માં નાં 

   42.   ગણપતિ ને લાગુ પાય રે નમું સુરજ રનાદે 

    43. બુદ્ધિ આપે માં અંબિકા રે 

    44.  વારી વારી  જાઉં  મારી અંબા માં નેણ 

    45.  માં શંખલપુર ગામ નાં ચોક માં દેવી અન્નપુર્ણા 

    46.  કેશરીઓ રંગ તને લાગ્યો અલ્યા ગરબા 

    47.  પરથમ પાવાગઢ મોજાર કે ફરતી ઘુઘરિયાળી માળ કે ગરબો રમણે ચડ્યો 

     48.  લીમડા નાં લાંબેરા પાન 

    49.   ખરે બપોરે નીસરી ને અડવા મારા પગ  કે વેરણ વાગે છે 

    50.   ધમ  ધમા ધમ ધમ  સાંબેલું , અલક મલક નું અલબેલું    

    51     ખેધે પડ્યો છે ગુણગારો 

    52.    જમુનાજી ને કાંઠે મારે જળ 

    53.    એક   રંગભર રસીએ પૂછ્યું કે રાણી રાજ રે તને વહાલું કોણ  રાતી રે રંગ ચૂડી હો 

     54.   મેં તો   હોંશે હોંશે કીધા પતર વેલીયા રે 

     55.   લીંબુડા ઝૂલે તારી બાગ માં છબીલા રાજ 

     56.    મારે ટોડલે બેઠો  રે  મોર ક્યા બોલે 

     57.    ઘૂમે રે ઘૂમે ગરવી ગુજરાતણ  નો ગરબો 

     58. સાવરી વિભાવરી માં રંગતાળી રમતા 

     59.    છાનું રે છપનું કઈ થાય નહિ થાય થાય નહિ ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કેહવાય નહિ 

     60.   ડૂબે  સૂર્ય ધીમે ધીમે ગોવાલણી  રે લોલ 

Sunday, July 18, 2010

અમે આ ગરબા ની સાઈટ માં તરલા બેને ગાયેલા ૨ ગરબા પણ મુક્યા છે ને વધારે ગરબા મુકવા ના છીએ .તો આ ગરબા સાંભળવા માટે સાથે ની લીંક પર ક્લિક કરવા વિનંતી .

http://sites.google.com/site/madhurgarba/

Tuesday, December 8, 2009

એ અંબા તને મારા સમ , કે તારી કળા નથી કઈ કમ , કે રમવા આવો ને ,
કિનખાબ નો તો ઘાઘરો ને ચોળી પહેરી તંગ , રાતા પીળા ટપકા વાળી તારી ઓઢણી કસુંબલ રંગ ,
સેંથો પૂરી સિંદુર નો ને ટીલડી રાતી રંગ હીરા જડેલી દામણી નાકે જ્હ્બુકે નંગ કે રમવા ...
સાવ સોના ની ચૂડી રે પેહરજો પેહરજો બાજુ બંધ ,કેડે કંદોરો પેહરજો , પત્તો બાંધજો તંગ , કે રમવા ...
પાવાગઢ થી કાળી ને લાવજો બહુચરા ને લાવજો સંગ , ખોડિયાર માં ને જો લાવશો સંગ , રહેશે રૂડો રંગ કે રમવા..
લટકાળો કાનજી જોવાને આવશે લાડકડી રાધા સંગ , ગોકુલ ગામ ની ગોપી ઓ આવશે ગરબે જામશે રંગ ,
પાયે માજી ઝાંઝર વાગે નુપુર વાગે છમ તાલી તો એક તાલ માં વાગે ઘૂઘરા વાગે ઘમ કે રમવા આવો ને
આરાશુર થી અંબા પધાર્યા રાન્ધલ તુલજા સંગ સર્વે મળી ને છંદ જ ગાયો મનુ નો રાખ્યો રંગ કે રમવા આવો ને




ધડ ધડ ધડ ધડ નગારા વાગે સુતા લોકડીયા જાગે રે અંબા ભલે પધારે ,
ભલે પધારે માત ભલે પધારે ડેલી એ ડંકો વાગે કે અંબા ભલે પધારે
ગડ ગડ ગડ ગડ નોબત વાગે જાણે ગગન ઘન ગાજે કે અંબા ભલે પધારે ,
ઘોડે ચડી બહુ આવે છે બાળા ઝગમગ તા ભાલા કે અંબા ...
ચોસઠ જોગણી ની સેના છે સાથે , ખુલ્લી તલવાર તેના હાથે રે અંબા ......
સ્વર્ગ તણી સુંદરી ઓ આનંદે નાચે , ગાયે હિન્ચાકર ગીત રાગે કે અંબા ...
ભક્તો ના ટોળા આવે છે આગે , મેલા ભુતાડીયા ભાગે કે અંબા. ...
દેવ દેવાંગના ઉભા આકાશે અંબા ને ફૂલડે વધાવે કે અંબા.
જય અંબે જય અંબે ના નાદે સિદ્ધો સમાધી થી જાગે કે અંબા..
ધમ ધમ ધમ રથ ચાલે ને ગાજે , એમાં નારાયણી બિરાજે કે અંબા..
માં માં કરતા બાલુડા આવે વ્હાલા રે બાળ ને હૈયા શું ચાંપી , અંબા અભય દાન આપે કે
અંબા ભલે પધારે , ધડ ધડ ધડ ધડ નગારા વાગે .....


ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડ ના , ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો જો જે રંગ જાય ના ..
ઓં ......ધ્રુજે ના ધરતી તો રમઝટ કેહવાય ના રહીયાલી રાતડી નો ...
ચમકતી ચાલ માને ધુધરી ઘમકાર નુપુર ના નાદ સાથે તાલી ઓ ના તાલ
ગરબા ઘૂમતા માને કોઈ થી પોહ્ચાય નહિ રઢીયાળી રાતડી નો ...
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ , મોગરા ની વેણી માં ચંપા બે ચાર
આછા આછા ઓઢના માં રૂપ માં નું માય નહિ સોળે સણગાર સજી અવની પર આવ ઢોલીડા ...
રમવા માત આવ્યા અલબેલી ભાત , નીરખું નીરખું મારું મનડું ભરાય નહિ ,
મોતી વેરાના રૂડા ચાચર ના ચોક માં ઉમટ્યા સૌ થોકે થોકે ગબ્બર ગોખે
વીણું વીણું ને મારી છાબડી માં માય નહિ રઢીયાળી રાતડી માં
માઝમ રાતે માં એ અમૃત વર્ષાવ્યા , પ્રેમી બાલુડા ને પ્રેમે ભીન્જાવ્યા ...
ભૂલું ભૂલું તોય ભૂલ્યું ભૂલાય નહિ રઢીયાળી રાતડી ના ...
રંગ એવો લાગ્યો કે ધોયો ધોવાય ના , ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડ ના ..



.

હો હો હો માની ચુંદડી લેહરાય ચુંદડી લેહરાય માની આંખડી ઘેરાય ,
આંખડી ઘેરાય માનું મુખડું મલકાય હો હો ....
અંબા માની ચુંદડી માં કોણ કોણ મોહ્યું , અંબા માની ચુંદડી માં મહીષા શુર મોહ્યો
મહીષા શુર મોહ્યો માં એ મર્દન કીધો , હો હો ...
અંબા માં ની ચુંદડી માં ભષ્મ શુર મોહ્યો ભષ્મ શુર મોહ્યો માં એ ભસ્મી ભૂત કીધો
અંબા માં ની ચંદડી માં કોણ કોણ મોહ્યું ,
અંબા માં ની ચુંદડી માં રાવણ મોહ્યો રાવણ મોહ્યો એણે લંકા ગઢ ખોયો ,
અંબા માં ની ચુંદડી કોણ કોણ મોહ્યું ,
અંબા માં ની ચુંદડી માં ચુંડ મુંડ મોહ્યા ,ચુંડ મુંડ મોહ્યા માં એ ચપટી માં ચોળ્યા હો હો
અંબા માની ચુંદડી માં દુર્યોધન મોહ્યો ,દૃયોધન મોહ્યો એણે વિનાશ જોયો હો હો
અંબા માની ચુંદડી માં ભક્તો મોહ્યા , ભક્તો મોહ્યા માં એ અમી રસ ઢોળ્યા ,
હો હો માની ચુંદડી લેહરાય ચુંદડી લેહરાય માની આંખડી ઘેરાય
એ અંબા તને મારા સમ , કે તારી કળા નથી કઈ કમ , કે રમવા આવો ને ,
કિનખાબ નો તો ઘાઘરો ને ચોળી પહેરી તંગ , રાતા પીળા ટપકા વાળી તારી ઓઢણી કસુંબલ રંગ ,
સેંથો પૂરી સિંદુર નો ને ટીલડી રાતી રંગ હીરા જડેલી દામણી નાકે જ્હ્બુકે નંગ કે રમવા ...
સાવ સોના ની ચૂડી રે પેહરજો પેહરજો બાજુ બંધ ,કેડે કંદોરો પેહરજો , પત્તો બાંધજો તંગ , કે રમવા ...
પાવાગઢ થી કાળી ને લાવજો બહુચરા ને લાવજો સંગ , ખોડિયાર માં ને જો લાવશો સંગ , રહેશે રૂડો રંગ કે રમવા..
લટકાળો કાનજી જોવાને આવશે લાડકડી રાધા સંગ , ગોકુલ ગામ ની ગોપી ઓ આવશે ગરબે જામશે રંગ ,
પાયે માજી ઝાંઝર વાગે નુપુર વાગે છમ તાલી તો એક તાલ માં વાગે ઘૂઘરા વાગે ઘમ કે રમવા આવો ને
આરાશુર થી અંબા પધાર્યા રાન્ધલ તુલજા સંગ સર્વે મળી ને છંદ જ ગાયો મનુ નો રાખ્યો રંગ કે રમવા આવો ને




ધડ ધડ ધડ ધડ નગારા વાગે સુતા લોકડીયા જાગે રે અંબા ભલે પધારે ,
ભલે પધારે માત ભલે પધારે ડેલી એ ડંકો વાગે કે અંબા ભલે પધારે
ગડ ગડ ગડ ગડ નોબત વાગે જાણે ગગન ઘન ગાજે કે અંબા ભલે પધારે ,
ઘોડે ચડી બહુ આવે છે બાળા ઝગમગ તા ભાલા કે અંબા ...
ચોસઠ જોગણી ની સેના છે સાથે , ખુલ્લી તલવાર તેના હાથે રે અંબા ......
સ્વર્ગ તણી સુંદરી ઓ આનંદે નાચે , ગાયે હિન્ચાકર ગીત રાગે કે અંબા ...
ભક્તો ના ટોળા આવે છે આગે , મેલા ભુતાડીયા ભાગે કે અંબા. ...
દેવ દેવાંગના ઉભા આકાશે અંબા ને ફૂલડે વધાવે કે અંબા.
જય અંબે જય અંબે ના નાદે સિદ્ધો સમાધી થી જાગે કે અંબા..
ધમ ધમ ધમ રથ ચાલે ને ગાજે , એમાં નારાયણી બિરાજે કે અંબા..
માં માં કરતા બાલુડા આવે વ્હાલા રે બાળ ને હૈયા શું ચાંપી , અંબા અભય દાન આપે કે
અંબા ભલે પધારે , ધડ ધડ ધડ ધડ નગારા વાગે .....


ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડ ના , ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો જો જે રંગ જાય ના ..
ઓં ......ધ્રુજે ના ધરતી તો રમઝટ કેહવાય ના રહીયાલી રાતડી નો ...
ચમકતી ચાલ માને ધુધરી ઘમકાર નુપુર ના નાદ સાથે તાલી ઓ ના તાલ
ગરબા ઘૂમતા માને કોઈ થી પોહ્ચાય નહિ રઢીયાળી રાતડી નો ...
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ , મોગરા ની વેણી માં ચંપા બે ચાર
આછા આછા ઓઢના માં રૂપ માં નું માય નહિ સોળે સણગાર સજી અવની પર આવ ઢોલીડા ...
રમવા માત આવ્યા અલબેલી ભાત , નીરખું નીરખું મારું મનડું ભરાય નહિ ,
મોતી વેરાના રૂડા ચાચર ના ચોક માં ઉમટ્યા સૌ થોકે થોકે ગબ્બર ગોખે
વીણું વીણું ને મારી છાબડી માં માય નહિ રઢીયાળી રાતડી માં
માઝમ રાતે માં એ અમૃત વર્ષાવ્યા , પ્રેમી બાલુડા ને પ્રેમે ભીન્જાવ્યા ...
ભૂલું ભૂલું તોય ભૂલ્યું ભૂલાય નહિ રઢીયાળી રાતડી ના ...
રંગ એવો લાગ્યો કે ધોયો ધોવાય ના , ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડ ના ..



.

હો હો હો માની ચુંદડી લેહરાય ચુંદડી લેહરાય માની આંખડી ઘેરાય ,
આંખડી ઘેરાય માનું મુખડું મલકાય હો હો ....
અંબા માની ચુંદડી માં કોણ કોણ મોહ્યું , અંબા માની ચુંદડી માં મહીષા શુર મોહ્યો
મહીષા શુર મોહ્યો માં એ મર્દન કીધો , હો હો ...
અંબા માં ની ચુંદડી માં ભષ્મ શુર મોહ્યો ભષ્મ શુર મોહ્યો માં એ ભસ્મી ભૂત કીધો
અંબા માં ની ચંદડી માં કોણ કોણ મોહ્યું ,
અંબા માં ની ચુંદડી માં રાવણ મોહ્યો રાવણ મોહ્યો એણે લંકા ગઢ ખોયો ,
અંબા માં ની ચુંદડી કોણ કોણ મોહ્યું ,
અંબા માં ની ચુંદડી માં ચુંડ મુંડ મોહ્યા ,ચુંડ મુંડ મોહ્યા માં એ ચપટી માં ચોળ્યા હો હો
અંબા માની ચુંદડી માં દુર્યોધન મોહ્યો ,દૃયોધન મોહ્યો એણે વિનાશ જોયો હો હો
અંબા માની ચુંદડી માં ભક્તો મોહ્યા , ભક્તો મોહ્યા માં એ અમી રસ ઢોળ્યા ,
હો હો માની ચુંદડી લેહરાય ચુંદડી લેહરાય માની આંખડી ઘેરાય

Monday, December 7, 2009

આજ સપના માં મે તો અંબા ભવાની માં દીઠા જો
આશિષ અનેરી દેતા અંબે માં સપના માં રે ,
આજ સપના માં મેતો ચોક ચાચર નો દીઠો જો
ગાતા તા ગરબા ઓ નવ દુર્ગા સપના માં રે
આજ સપના માં મેં તો માન સરોવર દીઠા જો
કાંઠે કાંઠે ઘૂમતા અંબે માં સપના માં રે
સાખી
આરાશુર અલબેલડું
દિવ્ય શુશોભિત ધામ
ગરવું ને ગૌરવભર્યું
નુતન નવલું નામ

આજ સપના માં મેં તો શંખલપુર ને દીઠું જો
સંખલપુર ના રાની મધુર મારા સપના માં જો
આજ સપના માં મેતો ગઢ પાવા નો દીઠો જો
પાવા ની પટરાણી ભવાની માં મારા સપના માં


વહાલી પ્રવિત્ર અંબા તુજ પાસ શીશ નમાવું
દુખિયા ના દરદ કાપો , સુખિયા ને શક્તિ આપો
આંધળા ને આંખો આપો ગરીબો ને ભક્તિ આપો વહાલી ...
વાન્જીયા ને પુત્ર આપો , રોતા કકળતા આવે ,
આબુ નિવાસી અંબા તુજ પાસ શીશ નમાવું ,
ચુવાળ નિવાસી બહુચર , તુજ પાસ શીશ નમાવું ,
ગરબો શિરે લઇ ફરતા રમે નવદુર્ગા સંગે વહાલી
ગરબા રૂડા સૌ ગાયે અનાદ અતીજે આવે ,
સેવક ની એવી અરજી રહેજો સદા હૃદય માં
વહાલી પવિત્ર અંબા તુજ પાસ શીશ નમાવું



ધન્ય ધન્ય આરાશુર ની રાણી અંબા ચાર જુગ માં જાણી
બહુચર ચાર જુગ માં જાણી ,માં ઓઢણ પેહરણ લીલા ચરણા
જમવા વેળા થાય માં ,પ્રાત કાળે દર્શન દ્યો ત્યારે , દિશો નાના બાળ રે ધન્ય ...
માં સોના કેરું છત્ર બિરાજે દશે આંગળીએ વેઢ રે માં ધન્ય ...
મધ્યાને જયારે દર્શન દ્યો ત્યારે દિશો છો આધેડ રે માં
માં સાયેન કાળે થાય આરતી વાગે મૃદંગ ને ચંગ રે માં ધન્ય ...
સાયેન કાળે દર્શન દ્યો ત્યારે દિશો ઘરડે અંગ રે માં ,
સેવા કરે સેવક જન સૌ સાંજે સવારે ખાસ રે માં ધન્ય ...
કર જોડી ને કરું વિનંતી રંક અંબા નો દાસ રે માં
ધન્ય ધન્ય આરીઆશુર ની રાણી, અંબા ચાર જુગ માં જાણી
લગની લાગી અંબા તારા નામ ની રે લગની લાગી માજી તારા નામ ની રે
આવી મળશો ક્યારે તમે માત રે ,લગની લાગી .
માજી પૂર્વ જનમ ની પ્રીતડી રે આપણો માતા પુત્ર નો સંબંધ ,
હું તો આવી ઉભો તમ બારણે રે મુજ ને આપો દર્શન મોરી માત રે લગની ...
જનની જગદંબા નવ જાણીયા રે મેં તો એળે ખોયો અવતાર રે લગની ...
ખાધું પીધું ને અંતે ખેલીયો રે માર્યો માયા એ જયારે માર રે , લગની ...
અંધકાર અંતર માં છવાઈ રહ્યો રે કરો જ્ઞાન દીપક ની જ્યોત લગની ...
બાળક બુધિ વિનાનો પણ આપનો રે બોલે ગાંડું ઘેલું તો કરજો માફ રે લગની...
ભગવતી ભક્તિ તમારી વિસર્યો રે મેતો કીધા ન પૂજા પાઠ રે લગની...
અવસર ક્યારે માજી એવો આવશે રે થાશે ક્યારે આપના દર્શન રે લગની ...
પેટ ને માટે પ્રપંચો આદર્યા રે કીધા હશે ઘણા વળી પાપ રે લગની ...
માજી નર્મદ તારો ઉચરે રે , આવી કરો અંતર માં વાસ રે લગની....
કુમકુમ ભર્યા રે માજી શોભતા આજ ચાચર માં ઝાકઝમાળ રે અંબે આઈ કુમકુમ ભર્યા રે
સોમવારે રૂડા શોભતા આજ ગબ્બર માં ઝાકઝમાળ અંબે આઈ ...
મંગળવારે માં નાં મંદિરે ભાવે આનંદ મંગલ થાય રે અંબે આઈ ...
બુધવારે બાળા બહુચરા રે માજી ચાચર રમવા જાય રે અંબે આઈ
ગુરુવારે ગબ્બર ગોખ માં માજી હેતે હિન્ચોલા ખાય રે અંબે આઈ ...
શુક્રવારે સમી સાંજ ના માજી સરવર રમવા જાય રે અંબે આઈ
શનિવારે શોભા સામટી માજી મન માં શાં મલકાય રે અંબા આઈ
રવિવારે જેવી ભાવના તેવા ભક્તો ને દર્શન થાય રે અંબે આઈ ...

Thursday, December 3, 2009

Wednesday, December 2, 2009

રંગ માં રંગ માં રંગ માં રે, મારી અંબાજી ખેલે રંગ માં ,
નવ દાડા નવરાત્રી ખેલે થૈકાર થૈકાર થંભ માં મારી અમ્બીકાજી ...
ચોસઠ બેની મળી ચાચર ખેલે શોભા બની છે માના સંગ માં મારી...
ચાચર આવી ને ગરબે રમે છે તાલ નગારા ના છંદ માં રે મારી ...
અંબાજી બાલી લેકર તાલી ,રાસ રમે છે ઉમંગ માં રે મારી ..
સોળે સણગાર માને અંગ સોહાવે નથડી માં મોતી જડ્યા નંગ માંરી ... ...
ચૂવા ચંદન ને કેસર કસ્તુરી , અબીલ સોહે આનંદ માં રે મારી ...
શંકર , વિષ્ણુ બ્રહ્મા ને બ્રહ્માની ,દેવ દેવી ઓ ની સંગ માં રે ...મારી
દેશો તે દેશ ના ભક્તો નમે છે મુનીવાર મોહે છે મનમાં રે મારી ...
ચોસઠ જોગણી ના જૂથ મળી ને ગરબો ગાય આનંદ માં રે મારી...
ભટ્ટ વલ્લભ માને ભાવે ભજતા જઈ નાહ્યા તે ગંગ માં રે મારી...



ભક્તિ ના દાન મને આપો બાળી બહુચરા દર્શન આપો દિનરાત રે
માજી તું તો જ્યોતિ સ્વરૂપ છો નિર્મળ અમારા અંતર ની ભાવના
નયનો માં નીર ઉભરાય રે , મોર મુગટ માના કાન માં કુંડળ , માજી...
કુકડા ઉપર અસ્વાર રે , ખડગ ત્રિશુલ માના કાન માં સોહાય છે
છુટા મેલ્યા છે માં એ કેશ રે , હીરા નાં હાર માં ને કાંઠે સોહાય છે માજી ...
પાયે નુપુર ઝણકાર રે બ્રહ્માડી દેવ તારા ચરણ કમળ માં માજી...
સેવા કરે છે દિન રાત રે , માનસરોવર માજી નું સારું સૌ કોઈ ત્યાં જઈ નહાય રે
ભક્ત મંડળ માને કર જોડી વિનવે નીચો નામે ને લાગુ પાય રે માજી....


બુદ્ધિ આપો ને માં બહુચરા રે નિત્ય નિત્ય કરું રે પ્રણામ મારી બહુચરા બુદ્ધિ આપો...
સંખલપુર સોહામણું રે ત્યાં છે તમારો વાસ મારી બહુચરા , બુદ્ધી...
દિશો છો લાલ ગુલાલ માં રે , ઉડે છે અબીલ ગુલાલ માર્રી બહુચરા બુદ્ધી
પાટણ વાળો પરગણું રે ચુવાળ બાંધ્યો ચોક મારી બહુચરા બુદ્ધી ...
દીવા બળે છે માના ઘી તણા રે ,આઠે પ્રહર અદ્વાસ મારી બહુચરા , બુદ્ધી ...
ઘોડી માંથી ધોડો કર્યો રે મેરી નો કીધો મરદ મારી બહુચરા ...
આંધળા આવે પોકારતા રે , આવે માજી ની પાસ મારી બહુચરા બુદ્ધી
નેત્ર આપો માં નીરખવા રે હસતા ને રમતા જાય મારી બહુચરા બુદ્ધી ...
વાંજીયા આવે પોકારતા રે આવે તમારી પાસ મારી બહુચરા બુદ્ધી ...
પુત્ર આપો માં પારણે રે ગુણ તમારા ગાય મારી બહુચરા બુદ્ધી ..
દાસ વલ્લભ માને વિનવે રે હું છું તમારો દાસ મારી બહુચરા
બુદ્ધી આપો ને માં બહુચરા રે

Tuesday, December 1, 2009

અંબા અભય પદ દાયિની રે સ્વામી સાંભળજો સાદ ભીડ ભંજની અંબા અભય પદ દાયની રે ,
હેમ હિંડોળે હિંચકે રે હીંચે આરાશુરી માટે ભીડ ભંજની ,સંખીઓ સંગાથે કરે ગોઠડી આવે આઠમ ની રાત ભીડ...
સર્વે આરાશુર ચોક માં રે આવો તો રમીએ રાસ ભીડ ....એવે સમે આકાશ થી રે આવ્યો કરુણ પોકાર ભીડ...
કોણે બોલાવી મુજને રે કોણે કર્યો મને સાદ ભીડ.. મધ દરિયો તોફાન માં માડી ડૂબે મારું વહાણ ભીડ ..
વાયુ ભયંકર ફૂંકતો રે વેરી થયો વરસાદ ભીડ .. પાણી ભરાણા વહાણ માં રે એ કેમ કાઢ્યા જાય ભુદ...
આશા ભર્યો હું આવીયો રે વહાલા જોતા હશે વાટ ભીડ ...હૈયું રહે નહિ હાથ માં રે દરિયે વળ્યો દાટ ભીડ..
મારે તમારો આશરો રે ધાઓ ધાઓ મમ માત ભીડ.. અંબા હિંડોળે થી ઉઠયા રે ઉત્થીયા આરાશુરી માત ભીડ...
સખીઓ તે લાગી પુછવા રે ક્યાં કીધા પરિયાણ ભીડ.. વાત વધુ પછી પુછજો બાળ મારો ગભરાય ભીડ ...
ભક્ત મારો ભીડે પડ્યો રે હું થી એ કેમ ખમાય ભીડ.. એમ કહી નારાયાણી રે સિંહે થયા અસ્વાર ભીડ...
ત્રિશુલ લીધું હાથ માં રે તાર્યું વાનીક્ક્તું વહાણ ભીડ ... ધન્ય જનેતા આપને રે ધન્ય દયાના નિધાન ભીડ
પ્રગટ પરચો આપનો રે દયા કલ્યાણ કોઈ ગાય ભીડ... બધી તેની ભાન્ગજો રે સમયે કરજો સહાય ભીડ..
અંબા અભય પદ દાયિની રે ........

Monday, November 30, 2009

ખોડીયાર છે જોગમાયા માં મૈયા ની
રાજ્પરે માં માં અંબા બિરાજે એ આનંદ ઘણેરો થાયે માં મૈયા ની ..
માજી પારે માંનાતાઓ આવે એ ઘી લાપશી ના ખાણા , માં મૈયા ની
માજી ને પારે આંધળા ઓ આવે , એ આંધળા ઓ ને આંખો દેતા માં મૈયા ની
માજી ને પારે પાંગળા ઓ આવે એ પાંગળા ને પગ દેતા માં મૈયા ની .
ચુંદડી ને મોડીયો હાથો હાથ લીધા ,એ એવા અનેક પરચા દીધા માં ...
નમી નમી પાય લાગુ આઠે પ્રહર માં એ કવિ પિંગળ ગુણ ગાયે માં મૈયા ની ...


ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે, એને ઝૂલે ઝૂલવાની હોંશ ઘણી ,
ભક્તો ઝુલાવે ખમ્મા માં ખમ્મા કરી ,ભકતો ગાય ને માં ખુશી થાય માં અંબા...
માના દરવાજે નોબત ગડગડે વળી સરણાઈ ના સુર સાથે ભળે ,રસ મસ્તી ના સુર સંભળાય
માં એ સોળે આભુષણ અંગે ધર્યા ભાલે કેસર કુમકુમ ના અર્ચન કર્યાં , હાથે ત્રિશુલ ખડગ સોહાય માં અંબા
માં ના તેજે ભાનુ દેવ ઝાંખા પડે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જેવા ભજે , મળી દેવો સૌ આરતી ગાય ,માં અંબા...
માજી ચાલે ત્યાં કુમકુમ ના પગલા પડે , માજી બોલે ત્યાં મુખડે થી ફૂલડાં ઝરે ,
વર્ષે કુમકુમ નો વરસાદ માં અંબા ઝૂલે છે ,ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે ,
ભક્તો ગબ્બર ચડે ને ને ગાન કરે ભૂખ તરસ નું ન નામ ધરે , કરવા દર્શન બન્યા છે બે ભાન
માના સોના હિંડોળે છે રત્ન જડ્યા , ઝુલે સાચા મોતી નાં છે તોરણ જડ્યા ,
માહે ઝળકે છે જ્યોત અપાર અંબા ઝૂલે છે ...આજે શોભા આરાશુર માં નવરાત્રી ની
આઓ ગાઓ સૌ નરનાર સાથે મળી ગરબો ગાયે ને ગવરાવે મસ્તાન,
ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં...........



ઘુઘરીયે ઘૂમતો જાય આજ માનો ગરબો ઘૂમતો જાય ,
રુમઝુમ રુમઝુમ રમતો જાય આજ માનો ....
પવન ઝપાટા ખાય આજ માનો..
ઈરે ગરબા માં હું તો અંબા ને નીરખું , હસ હસ મુખડું થાય .
નરનારી ના વંદન ઝીલતો ચાચર માં રમવા જાય , આજ માનો ...
ઈરે ગરબો અંબા માં શિરે ધરતા બહુચર માં જોવા જાય આજે માનો...
ચોસઠ બહેની ઓ સંગે મળીને ગબ્બર ની ગોખે જાય આજ માનો...
આવ્ય નોરતા ચાલો અંબે માં ગરબે રમવા જાય ,
ચાચર ના ચોક માં રમે અંબે મેં , ગોવિંદ લાગે પાય ,
ઘુઘરીયે ઘૂમતો જાય...........

મારી અંબિકા ના લોચન સોહામણા રે હારે તેમાં તેજ તણો નહિ પાર જો,
માને ચંદ્ર સુરજ તણા બે દીવડા જો તેની જગમગ જ્યોત અપાર જો
માને ક્ટીયે તે મેખલા શોભતા રે ,તેને ઘૂઘરી નો ઘમકાર જો ,
માને અણવટ વિંછીયા શોભતા રે , પાયે ઝાંઝર નો ઝમકાર જો
માને બાય બાજુ બંધ બેરખા રે, માને રત્ન જડિત ચૂડી ચાર જો ,
માને કાને ઝૂલ ઝલકતી રે, માને કાંઠે એકાવન હાર જો
માને નાકે નાક્વેશર શોભતા રે ગાલે કેસર કુમકુમ ની આડ જો
હારે મારી અંબિકા ના લોચન ..........

જય જય બોલો આનંદી અંબે માત ની રે
અંબે માત ની રે બહુચર માત ની રે જય જય ...
પાવાગઢ માં છે મહાકાલી સંખલપુર માં છે બહુચર બાલી રે ,
આરાશુર મહારાણી અંબે માત ની રે
ગબ્બર ગોખ ની રે ચારચાર ચોક ની રે ,
ગોખ ગબ્બર માં હીંચકા ખાયે ભક્તો ને માં દર્શન આપે
શોભે સિંહ સવારી અંબે માત ની રે ,
સીતારામ ની રે રાધે શ્યામ ની રે ,
નાચે નાચે તાલી પાડે ગીતો ગાયે સખી સંગાથે
સખીયો ઝીલે તાલી અંબે માત ની રે ,
ખણખણ ખણખણ ખંજરી થાયે ઘમ ઘમ ઘૂઘરી થાયે ,
સઘળે પ્રશરે જ્યોતિ અંબે માત ની રે
હરિહર નામની રે મંગલ માત ની રે
આરાશુર ની રે અંબે માત ની રે
ગબ્બર ગોખ ની રે અંબે માત ની રે
સીતા રામ ની રે રશે શ્યામ ની રે
બહુચર માત ની રે અંબે માત ની રે
કાલિકા માત ની રે અંબે માત ની રે
ખોડિયાર માત ની રે અંબે માત ની રે

ચોખલિયાળી ચુંદડી માં ગરબે રમવા આવો ને રસ રઢિયાળી રાતડી માં ગરબે....
સોળે સણગાર સોહે માડી માં મારું મન મોહ્યું અનંત ની ઓઢાનીયું ઓઢી ગરબે ....
ગગન ગોખ માં ગરબા ગુંજે રાતલડી રળિયાત રે , સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત ગરબે ...
ચૌરે ને ચૌટે માના કંકુ વેરાણાં ,ગરબે ઘૂમતી ઘોરી કેરા લેહરનીયા લેહરાણા...
તાલી કેરા તાલે માડી ગરબે રમવા આવો ને ચોખલિયાળી ચૂંદડી માં....

માનો ઘુગરીયાળો ઝામ્પલો રે માની ઘુઘરિયાળી વેલ જો
વાગે રુમઝુમ રુમઝુમ ઘૂઘરી રે ,કાઈ રૂમઝૂમતી આવે માત જો
આવ્યા આસો ને વળી નોરતા રે , આવી આવી શરદ પૂનમ ની રાત જો , માનો...
શંકર પાર્વતીજી આવિયા રે , સાથે લક્ષ્મીજી નો સાથ જો ...માનો
માં એ આછા સાળુ ઓઢીયા રે હા રે કઈ સાળુડે કસબી કોર જો માનો...
અંબા હેમ હિંડોળે હિંચકે રે હિંચકે રે હીંચ હીંચે આરાશુર ની માત જો ,
ઝીણીઝીણી ઝાંઝર નો ઝમકાર અંબા આવો રમવા ને
ઘમ ઘમ ઘૂઘરી નો ઘમકાર અંબા.......
માનવ ની મેદની જામી મેદાને દિવ્ય દેવી દરબાર અંબા....
મસ્તી ના રંગ માં આવે ઉમંગ માં ,
ભાવિક નર ને નાર અંબા.. કોઈ જળ ઝારી અગર ચંદન ના ,
કોઈ ડોલર ના હાર અંબા....
મઘ મઘ છે ધૂપ સનાતન , દીપક ની દીપમાળ અંબા....
મીટ માંડી ને સૌ વાટ જુવે છે ,પ્રશશ્તી થી જયજયકાર અંબા....
ગોખ માંથી રમ્યા જ્યોતિ સ્વરૂપે ,અંબાજી નીસર્યા બહાર અંબા..
ઝીણી ઝીણી .........

Thursday, November 26, 2009

આંગણા આજે રળિયાત રે , ગરબે ઘૂમે માત રે .
તાલી દેતા બિરદાળી માત રે ,નયનો ની નવલી આ જ્યોત રે ,
માત થતા ઓતપ્રોત રે ધન્ય આ જીવનીયું થાય રે ,
વાગે ઝાંઝ પખાઝ રે ઘૂમે અંબે માત રે
ચાંદની ની રાત માં ,માવડી ના વહાલ માં
કુમકુમ ચરણો પાવન થાય રે
ગરબે ઘૂમે માત રે